પ્રશ્ન :
હું ૧૫ વર્ષનો છું, મારાં બ્રેસ્ટ વધતા હોય એવું લાગે છે. બ્રેસ્ટમાં સોજો આવ્યો હોય એવું લાગે છે અને દુઃખાવો પન્ન થાય છે. આવું શું કામ થાય છે? હું ડરી ગયો છું. શું એ વધુ પડતા સેક્સના વિચારો કરવાથી થાય છે?
તરુણાવસ્થા દરમિયાન મોટા ભાગની છોકરાઓનાં બ્રેસ્ટ વધે છે. તેમને બ્રેસ્ટમાં સોજો આવ્યો હોય તથા દુ:ખાવો થતો હોય એવું લાગે છે.
ઘણા છોકરાઓના બ્રેસ્ટ ૫૨ સામાન્ય કરતાં વધુ સોજો આવતો લાગે છે, જેના કારણે તેમને છોકરીઓ જેવી બ્રેસ્ટ થઈ જશે એવો ડર સતાવે છે. ચિંતા કરશો નહીં. આ સામાન્ય છે. તમારા સેક્સ માટેના વિચારો અને લાગણીઓને આ સ્થિતિ સાથે કોઈ સંબંધ નથી. તમારા શરીરમાં એન્ડોક્રાઇન ગ્લેન્ડમાંથી આવ થવાના કારણે સોજો અને મૃદુતા ઉત્પન્ન થાય છે. એકથી દોઢ વર્ષ જ્યાં સુધી તમારી એન્ડોક્રાઇન ગ્લેન્ડ હૉર્મોન્સનો સ્રાવ ચાલુ રાખે છે ત્યાં સુધી આવું થઈ શકે. તરુણમાંથી પુરુષ બનવાની યાત્રા શરીરમાં રહેલા આ હૉર્મોન્સને આભારી છે. પરિણામ સ્વરૂપ નિપલની આજુબાજુનો ભાગ સૂજેલો લાગે છે. આવું સામાન્ય રીતે ૧૩થી ૧૬ વર્ષની ઉંમરમાં જોવા મળે છે.