પ્રશ્ન : મારી ઉંમર ૩૨ વર્ષ છે અને હું એક ડૉક્ટર છું. મારાં લગ્ન થો સમય પહેલાં જ થયાં છે. મારી પત્ની મને એની બ્રેસ્ટને હાથ અડાડવા નથી દેતી. કહે છે કે જો હું અડું છું તો એને દુઃખાવો થાય છે. એને કોઈ જ્ઞઇબ્રોસિસ કે અન્ય બીજા કોઈ પ્રકારની તકલીફ પણ નથી. છતાં એને દુઃખાવો થાય છે, એની મેમોગ્રાફી પણ નૉર્મલ આવી છે. તો પછી આ દુ:ખાવો શા કારણે ? શું હું બ્રેસ્ટ પર ફોરપ્લે કરતાં પહેલાં ડિક્લોફેનાક પેચ અથવા એન્ટિઇન્ફ્લેમેટરી એનાલ્જેસિક ટોપિકલ ક્રીમનો ઉપયોગ કરી શકું છું?
જવાબ : બ્રેસ્ટમાં દુઃખાવો થાય છે એવું કહેવું એ એની મનોદશા છે અને જેની પાછળ કોઈ પુખ્ત કારણ પણ નથી. આવા સમયે તપાસ જરૂરી છે. કોઈ પણ એનાલ્જેસિક ટોપિકલ ક્રીમ એવામાં કામ આવશે નહીં, કારણ કે આ દુઃખાવો સંવેદનાના કારણે થાય છે. ઘણી સ્ત્રીઓને તેમના ભાગીદાર આ રીતે અડે એ ગમતું નથી હોતું એટલે ક્યારેક આવા બહાનાનો સહારો પણ લેતી હોય છે.
ઘણી વાર સ્ત્રીના મોઢે એવું પણ સાંભળવા મળે છે કે તેમના ભાગીદાર બ્રેસ્ટને ખૂબ જ ઝનૂનથી અડે છે અને દબાવે છે. આવી સ્ત્રીને લાંબા ગાળે આ પ્રકારના વર્તનથી ચીડ ઊભી થાય છે, કારણ કે સ્ત્રીઓ તેમના શરીર માટે ખૂબ જ સંવેદનશીલ હોય છે.
ક્યારેક એવું પણ બને છે કે સ્ત્રીને એની યુવા અવસ્થામાં જો જાતીય શોષણનો સામનો કરવો પડ્યો હોય તો તેના કારણે પણ તેની માનસિક સ્થિતિ બદલાઈ જતી હોય છે. એના માટે સાઇકૉલૉજિકલ થેરપી જ ઉત્તમ ઉપાય છે. આમ કરવાથી તેની અંદર ફરી એક વાર સેક્સ