પ્રશ્ન : મેં મારી પત્ની સાથે સેક્સ કરવાનો વિચાર છોડી દીધો છે, કારણ કે મને ડર છે કે જો ઇરેક્શન બરાબર નહીં થાય તો શું થશે? જ્યારે હું રાતની ફ્લાઇટથી કંટાળી ગયો હોઉં અથવા જ્યારે કામને લઈને તાણ અનુભવતો હોઉં કે પછી સેક્સ કરી શકવાની ક્ષમતા ના હોય. આવી પરિસ્થિતિઓ વારંવાર થવાથી અમારી વચ્ચેનું આ અંતર હવે અમારા સંબંધ પર પણ અસર કરે છે. મહેરબાની કરીને મદદ કરો.

જવાબ : નપુંસકતા (અસ્વસ્થતા અથવા ઉગ્ર ઉત્તેજનાનો અતિરેક પ્રાપ્ત કરવા માટે માણસમાં અસમર્થતા) વિશે સૌથી વધુ ચર્ચા થતી આવી છે. ઇન્ટરનેટ ફોરમમાં ઘણા આશ્ચર્યજનક ઉપાય અથવા બોગસ પ્રોડક્ટ વિવિધ રીતે અવેલેબલ હોય છે, જે ખરેખર વિશ્વાસપાત્ર નથી હોતા.
અમે અમારી ક્લિનિકલ પ્રેક્ટિસમાં દરરોજ આ મુદ્દા વિશે સાંભળીએ છીએ. ઈરેક્શન ન થવાનો ભય નપુંસકતાનું સૌથી મોટું કારણ છે. નપુંસકતાના ૯૦% કેસોમાં, કારણ માનસિક જ હોય છે. ફક્ત ૧૦ કિસ્સાઓમાં જ કારણ જૈવિક છે. જેમ ઇચ્છા પ્રમાણે લાળ, આંસ અને પાચનરસનો પ્રવાહ શક્ય નથી, તેમ તેમ કોઈ માણસ પોતાની મેળે ઇરેક્શન માટે ‘ઇચ્છા’ કરી શકે નહીં. ઇરેક્શન તમને અમુક ચોક્કસ પરિસ્થિતિઓ દરમિયાન અનુભવાય છે. જો તમે થાકેલા છો અથવા તાણમાં છો અથવા કંટાળી ગયા છો, તો સંભવ છે કે તમારે ઇરેક્શન મેળવવામાં સમસ્યા થઈ શકે. આ સામાન્ય છે. આ સમયે તમારા સાથીદાર તમને ઇરેક્શન મેળવવામાં મદદ કરી શકે છે.
