પ્રશ્ન : અમારાં લગ્નને પાંચ વર્ષ થયાં છે. મારા પતિને અત્યારે બાળક નથી જોઈતું. તેઓ મને ગર્ભનિરોધક ગોળી લેવાનું કહે છે, પણ મને એવું લાગે છે કે આ ગોળી લેવાથી મારામાં સેક્સ માટેની ઇચ્છા ઓછી થઈ છે. શું આ બરાબર છે?

જવાબ : ગર્ભનિરોધક ગોળી જાતીય સંભોગની ઈચ્છાને ઘટાડતી નથી. તમારી તકલીફ સામાન્ય નથી. ગોળી ફક્ત ગર્ભને ફળીભૂત થતાં રોકે છે, જેથી કરીને સ્રી મુક્ત મને અને ચિંતા વગર સંભોગ/સેક્સનો આનંદ ઉઠાવી શકે છે. મારી પ્રેક્ટિસમાં મને કેટલાંક એવાં યુગલો મળ્યાં છે જ્યાં પત્નીને બાળક જોઈએ કે અને પતિ બાળક ઇચ્છતો નથી. આવી પરિસ્થિતિમાં ધીરે ધીરે પત્નીને સેક્સમાંથી ૨સ ઓછો થવા લાગે છે.
સ્ત્રીને નાનપણથી એવું જ શીખવવામાં આવ્યું છે કે તેનો જન્મ બાળક ધારણ કરવા અને તેને જન્મ આપવા જ થયો છે, જે તેની માનસિકતામાં વસી ગયું છે તેથી તે સેક્સને મુક્ત મને માણી શકતી નથી. આમ કરવું તેની નૈતિકતાની વિરુદ્ધ છે. આવું વલણ કદાચ તેનાથી અજાણતાં થતું હશે, પરંતુ ન સમજી શકવાને કારણે તે ગર્ભનિરોધક ગોળીને કસૂરવાર ઠેરવે છે.
અહીં મારી આપને એક જ સલાહ છે કે જો તમને લાગતું હોય તો કાઉન્સેલરની સલાહ લેવી સારી છે. આમ કરવાથી તમારી ખરી પરિસ્થિતિ અંગે તમે ચિતાર મેળવી શકવાની સાથે સાથે તેનો ઉપાય પણ કરી શકશો.