પ્રશ્ન :
મારી ઉમર ૧૯ વર્ષ છે, વિરા હોય કે રાત – મને હંમેશાં સેક્સ કરવાની સતત ઇચ્છા થતી રહે છે. હું જે પણ સ્ત્રીને મળે મને તેની સાથે સેક્સ કરવાની ઇચ્છા ગે છે. આ સ્થિતિ મારા માટે ખૂબ જ અજુગતી છે. શું આ કોઈ વિચિત્ર પરિસ્થિતિ છે? આવા સમયે મારે શું કરવું જોઈએ?
જવાબ :
તમે જે ઉંમરમાં છો એ ઉંમરે સેક્સ માટેની ઉત્તેજના તેની ચરમસીમાએ હોય એ સ્વાભાવિક છે, પરંતુ તમારી પરિપક્વતામાં હજી થોડી વાર છે. વ્યક્તિ ત્રણ સ્તરે કામ કરતી હોય છે – અનુભવનું સ્તર, અનુભવની જાગૃતિનું સ્તર અને નિર્ણયનું સ્તર.
જો તમે કોઈ સ્ત્રી કે છોકરી પ્રત્યે આકર્ષણ અનુભવો છો અને જો તમને તેના વિશે જાણ છે ત્યાં સુધી એ બરાબર છે, પરંતુ જ્યારે તમે એ આકર્ષણને વધુ આગળ લઈ જતાં સ્વપ્ન તથા કાલ્પનિકતા વિચારોનું રૂપ ધારણ કરો છે, જેના લીધે એ તમને માનસિક કે શારીરિક રીતે અસર કરે ત્યારે તકલીફ ઊભી થાય છે.
તમારી જૈવિક પરિપક્વતાના લીધે પુરુષ તરીકે તમે સ્ત્રી પ્રત્યે આકર્ષિત થાવ છો એ સ્વાભાવિક છે.
પરંતુ માનવી ફક્ત તેના જીવવિભાજન સુધી મર્યાદિત નથી. માટે જ એ પ્રાણીઓથી જુદો તરી આવે છે. જો તમે આ દૃષ્ટિકોણથી આખી વાતને જોશો તો તમને તમારા વિચારો પર ઘૃણા અનુભવાશે. સેક્સ તમારા જીવન સાથે સંકળાયેલી સ્વાભાવિક પ્રક્રિયા છે, જે ખૂબ જ સામાન્ય છે. સેક્સ સિવાય પણ જીવનમાં કરવા જેવું ઘણું છે, જેના દ્વારા તમે સંતોષ મેળવી શકો છો.
વાસ્તવિક અને અર્થપૂર્ણ સંબંધ માટે તમારે સક્રિય પ્રયાસ કરવો વધુ હિતાવહ છે. માટે તમારી બધી શક્તિ તમારા કામ પર અને અન્ય સર્જનાત્મક પ્રવૃત્તિમાં લગાડો. હજી ઘણો લાંબો પંથ કાપવાનો છે એટલે સારા ભવિષ્ય નિર્માણ તરફ આગળ વધો અને જવનને સારો દૃષ્ટિકોણ આપો.