એક સવાલ : શું કૉન્ડોમ વજાઇના (યોનિ)માં રહી જાય એવું બને?

પ્રશ્ન : અમારાં લગ્નને ૪ મહિના થયા છે. અમારે હજી એક વર્ષ માટે બાળક જોઈતું નથી. ઓરલ ગર્ભપાતની ગોળી મારી પત્નીને માફક આવતી નથી, તેથી અમને કૉન્ડોમ વાપરવાની સલાહ આપવામાં આવી છે. આ વાતથી મારી પત્ની ચિંતિત છે કે કૉન્ડોમ જો સેક્સ દરમિયાન કોઈ કારણથી નીકળી જાય અને/અથવા અંદર રહી જાય તો શું થાય? જો એવું થાય તો તે તકલીફમાં મુકાઈ જાય. શું આ વાત સાચી છે? શું આવું કંઈ થઈ શકે?

જવાબ : કોઈ પણ યુગલ સેક્સ કરે અને તે સમયે જો કૉન્ડોમ કોઈ કારણથી વજાઇનામાં રહી જાય તો એવા સમયે તે વજાઇનામાં પોતાની આંગળી નાખીને તેને બહાર ખેંચી શકે છે. એ ગર્ભાશય અને શરીરના કોઈ પણ ભાગમાં દાખલ થતું નથી.
વજાઇનાથી ગર્ભાશય સુધી પહોંચવાનો રસ્તો ખૂબ જ સાંકડો હોવાથી તેમાં આસાનીથી કંઈ પણ જવાની શક્યતા નહીંવત્ છે. તેથી કૉન્ડોમ એક અંતરથી વધુ અંદર જશે નહીં ઉપરાંત, કૉન્ડોમ લાંબું હોવાથી એમ વજાઇનામાં ખોવાઈ જવાની સંભાવના રહેતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *