એક સમસ્યા : સેક્સનો ડર

પ્રશ્ન : મને કોઈ પણ પુરુષ સાથે સેક્સ કરવામાં ભય લાગે છે. મને ડર છે કે જે હું પુરુષ સાથે બેડ પર હોઈશ ત્યારે નિસ્તેજ બની જઈશ. પહેલી વાર સેક્સ કરતી વખતે જ્યારે પુરુષ દ્વારા હાયમેનની પરતને તોડવામાં આવે છે ત્યારે પીડા થાય છે?

 

જવાબ : સેક્સ એ માત્ર શારીરિક પ્રદર્શન નથી. સેક્સ એ તમારા જીવનસાથી સાથેની આત્મીયતા કેળવવાનું એક ઉત્તમ પગથિયું છે. હા, પ્રથમ વખત તમે સેક્સ કરો છો ત્યારે તમને તકલીફ થઈ શકે છે. જો કે, એ ક્ષણિક છે. કોઈ પણ શારીરિક પ્રવૃત્તિ માટે તમે શરી૨ને જેટલું તૈયાર કરો, એટલો જ શરીરને આંચકો ઓછો લાગે અને શરી૨ સ્થિતિ સાથે અનુકૂળ થવાનું શીખે છે.
આ અંગે જો તમે તમારા ભાગીદાર સાથે વાત કરશો તો પણ તમારી ચિંતા ઓછી થશે. ક્યારેય પણ સંભોગ કરતાં પહેલાં ફોરપ્લેને સમય આપો, જેથી ક૨ીને તમે એકબીજા સાથે સાનુકૂળ અનુભવો અને ઉત્તેજનાને કાબૂમાં રાખી શકો જ્યારે સંભોગની સ્થિતિમાં હો.
બંને સાથે મળીને સંબંધને આગળ લઈ જવા હામી ભરો એ વધારે સારું છે. સારા વાતાવરણમાં કરેલો ફોરપ્લે યોનિમાં પર્યાપ્ત લ્યુબ્રિકેશન ઉત્પન્ન કરવામાં સક્ષમ છે અને તે પીડાને ઘટાડવામાં મોટા પ્રમાણમાં મદદ કરી શકે છે. એકબીજાની સાથે ખૂલીને વાત કરો. સેક્સ માત્ર શારીરિક નથી, એ એક માનસિક પ્રક્રિયા પણ છે. જો તમે તમારા જીવનસાથીને પ્રેમ કરો છો, તો સંભોગ કરવો ચોક્કસપણે વધુ કુદરતી લાગશે.
ઉતાવળ ન કરો. તમારી જાત સાથે ધૈર્ય રાખો અને પ્રયાસ કરો અને તમારી પોતાની જરૂરિયાતો પ્રત્યે સંવેદનશીલ બનો. સેક્સ ડરથી નહીં, પ્રેમથી કરશો તો જ સંતોષ મેળવી શકશો.

Leave a Reply