પ્રશ્ન : મારા મિત્રનું કહેવું છે કે મારે પ્રાઇવેટ પાર્ટમાં રહેલા વાળને કાઢવા જોઈએ. શું આ ઠીક છે અને દૂર કરવું આરોગ્યપ્રદ છે? કેમ કે મેં પહેલાં ક્યારેય કર્યું નથી તે એમ પણ કહે છે કે વાળ કાઢ્યા પછી વધારે આનંદ મળશે. તો હું તેને વૅક્સિંગ અથવા રેઝર દ્વારા કેવી રીતે કરું? હું કોઈને પણ આ વિશે વાત કરવામાં શરમ અનુભવું છું. મહેરબાની કરીને સલાહ આપો.
જવાબ : મ્યુબિક વાળ જનનાંગોને પ્રાકૃતિક આવરણ પૂરું પાડે છે. તબીબી રીતે, પ્યુબિક વાળને સંપૂર્ણપણે દૂર કરવાની સલાહ આપવામાં આવતી નથી; જ્યાં સુધી આ ક્ષેત્રમાં ચેપ લાગ્યો ન હોય અથવા જૂ પડી ના હોય ત્યાં સુધી એને કાઢવા હિતાવહ નથી.
સામાન્ય પરિસ્થિતિમાં, પ્યુબિક વાળને સંપૂર્ણપણે દૂર કરવાની જરૂર નથી. તમારે ફક્ત તેમને નિયમિતપણે ટ્રિમ કરવાની જરૂર છે અને પૂરા કાઢી નાખવા નહીં. સામાન્ય ઘરેલુ કાતર પ્યુબિક વાળને ટ્રિમ કરવા માટે પૂરતી છે.
પ્યુબિક વાળને દૂર કરવા માટે રેઝર, ઇલેક્ટ્રિક શેવર અથવા ક્રીમનો ઉપયોગ કરવાનું ટાળો.