• કેટલીક માનસિક બિમારીઓ જેવીકે, ડિપ્રેશન, એન્કઝાયટી ડિસઓર્ડર- ચિંતારોગ, અનિદ્રા વગેરેમા સેક્સ પ્રત્યે અરુચી થઇ શકે છે.
• માનસિક તણાવ કે બેચેની, મુંઝારો જેવી તકલીફો પણ સેક્સ માં રુચી ઘટાડી શકે છે.
• સબંધો માં તાણ, ગૃહકંકાસ, સાથી પ્રત્યે નો અણગમો પણ ક્યારેક સેકસમાં અરુચીનુ કારણ બને છે. વ્યક્તિઓ વચ્ચેના સેક્સ સબંધો તથા અન્ય રોજીંદા સબંધો ને એકદમ અલગ પાડી ના શકાય. જો રોજીંદા સબંધો તાણ ભર્યા હોય તો સેક્સ સમસ્યા ઉદભવ્વી સ્વાભાવિક છે.
• ક્યારેક વિટામીન બી-૧૨ કે ઇસ્ટૃઓજન, થાઇરોઇડ કે ટેસ્ટોસ્ટેરોન જેવા અંતઃસ્ત્રાવો ની ઉણપ કે પ્રોલેક્ટિન ના વધુ સ્રાવથી સેક્સ માં અરુચી ઉદભવી શકે છે.
• દવાઓ તથા સાથે સંકળાયેલ માનસિક બિમારી કે સબંધોમાં તણાવનુ યોગ્ય નિરાકરણ કરવાથી ઉત્તમ પરિણામ મેળવી શકાય છે.
More Details : www.shyhub.com