પ્રશ્ન : અમારાં લગ્નને ત્રણ વર્ષ પૂરાં થવા આવ્યાં, પરંતુ મારી પત્નીમાં અચ્છતાનો અભાવ છે. એ નિયમિત રીતે વેક્સ નથી કરતી, જેના કારણે તેની બગલમાંથી દુર્ગંધ આવે છે. એ સુંદર લાગવાનો પ્રયત્ન પણ નથી કરતી. એની આ આદતના કારણે હું એના પ્રત્યે આકર્ષિત થતો નથી અને તેની સાથે સેક્સ કરવાનું મન પણ નથી થતું. આ મોટો પ્રશ્ન છે. હું સારી દેખાતી અને સ્વચ્છ હોય એવી સ્ત્રીઓથી આકર્ષિત થાઉં છું, જેના કારણે કલાકો સુધી ફેસબુક પર એવી સ્ત્રીને શોધવામાં સમય ગાળું છું. આવી સ્ત્રીઓ પોતાના દેખાવ અને પહેરવેશ પર સારું ધ્યાન આપતી હોય છે, જે મારી પત્નીમાં નથી. મારી પત્ની સાથે મારા સંબધો ફરી પાછા સારા થાય એ માટે મારે શું કરવું જોઈએ ?

જવાબ : તેને બેઢંગું રહેવું કદાચ પસંદ હશે. પરંતુ, આ વાતને તમારા મનમાં રાખવા કરતાં, આ મુદ્દાને ખૂબ જ નરમાશથી તેને ધ્યાનમાં લેવાનું કહો. તેને પ્રેમથી જે પ્રશ્ન છે તે અંગે સમજાવો. આ તેના જોડે એવા સમયે કહો કે જ્યારે તમને લાગે કે તે ખુશહાલીના મૂડમાં છે. તે વખતે તમારા તરફથી આવેલ કોઈ પણ પ્રશ્નને તે પ્રામાણિકપણે સ્વીકારશે.
આ બાબતોને ધ્યાનમાં લેવા માટે તમારી પત્ની સક્રિય રીતે શું કરી શકે છે તેના પર તમે સૂચનો આપી શકો છો – જેમ કે વેક્સિંગ, ડિઓડરન્ટનો ઉપયોગ કરવો અથવા જો જરૂરી હોય તો એકથી વધુ વાર નહાવું.
જો તમને એવું લાગે છે, તો તમે તેને સ્પા અથવા બ્યુટી સલૂન અપૉઇન્ટ્સ નક્કી કરી શકો છો. આ ઉપરાંત, અત્તર અથવા પર્ફ્યુમ પણ ગિફ્ટ આપી શકો છો.
તમે તમારી પત્નીની કદર કરો છો તેની ખાતરી પણ તમારે આપવી મહત્ત્વપૂર્ણ છે.
તેને ખાતરી આપો કે તમારા માટે માત્ર દેખાવ અને શરીર સિવાય બીજું ઘણું વધારે છે. જ્યારે તમે તેને તમારી પત્ની બનાવવાનું નક્કી કર્યું ત્યારે, તમે તેના કયા ગુનો પ્રત્યે આકર્ષિત થયા હતા તેના વિશે ચર્ચા કરો.
કોઈ પણ સફળ સંબંધ પ્રેમ, સમજદારી અને ખુલ્લા દિલથી વાતચીત ૫૨ જ ટકેલો છે. સાથે સાથે એનો કોઈ પણ વસ્તુ ૫૨ વાંક કાઢતાં પહેલાં એ જુઓ કે એ કયા વાતાવરણમાં ઊછરી છે અને એને કેટલી સ્વતંત્ર રીતે ઉછેરવામાં આવી છે. આવા સમયે સંબંધને સાચવી રાખી યોગ્ય દિશા તરફ લઈ જવો એ તમારા હાથમાં છે.
