પ્રશ્ન : હું ૬૮ વર્ષનો છું અને પરિણીત છું. મારી પત્ની ૬૧ વર્ષની છે. અમારે ર-૩ અઠવાડિયે એક વાર સેક્સ થાય છે. સંભોગ કર્યા પછી મારા સ્નાયુઓ દુઃખવા લાગે છે અને મને શ્વાસ પન્ન ચડી જાય છે. આ ઉમરે સેક્સ મારા માટે નુકસાનકારક છે ? સ્વસ્થતા જાળવવા અને સેક્સ લાંબો સમય કરી શકાય એ માટે મારે શું કરવું જોઈએ ?
જવાબ : કોઈ પણ વ્યક્તિ પોતાની ઇચ્છા સુધી સેક્સનો આનંદ માણી શકે છે અને પરસ્પર સંમતિથી જાતીય સંભોગની ક્રિયા શારીરિક રીતે કરવા માટે સક્ષમ છે. આપણે એ વાતથી પણ અજાણ નથી કે વૃદ્ધાવસ્થાની પ્રક્રિયા જીવનનાં તમામ પાસાંઓને અસર કરે છે. તેથી જ ઘણા દેશોમાં અને વ્યવસાયોમાં નિવૃત્તિની વય નક્કી કરવામાં આવી હોય છે. વ્યક્તિ સક્ષમ હોય તો પણ તેને અમુક ઉંમર પછી નિવૃત્તિ આપવાની સલાહ આપવામાં આવે છે. વૃદ્ધત્વ ધીરે ધીરે બધાં શારીરિક કાર્યોને ધીમા કરે છે. જાતીય સંભોગ કરવાની ક્ષમતા અપવાદ નથી.
જાતીય સંભોગથી સ્નાયુનો દુઃખાવો અને થાક લાગવો એ ક્રિયાનું કુદરતી પરિણામ છે અથવા જ્યારે કોઈ પોતાની શારીરિક ક્ષમતા કરતાં વધુ કંઈ પણ કરે ત્યારે તેને દુઃખાવો થવો સ્વાભાવિક ઘટના છે.
નિયમિત ૪૦ મિનિટ ચાલવું, પૌષ્ટિક ખોરાક, પૂરતો આરામ અને સ્વસ્ય તબિયત તમને લાંબું સેક્સ કરવામાં મદદરૂપ થાય છે.
