પ્રશ્ન : મારાં લગ્ન ૬ મહિના પહેલાં થયાં છે. હું મારી પત્ની સાથે ફોરપ્લે ખૂબ જ સારી રીતે માણું છું, પરંતુ જ્યારે સંભોગની વાત આવે ત્યારે તે ના પાડે છે. ગયા મહિને મેં તેને સહકાર આપવા માટે કહ્યું. તેણે સહકાર પણ આપ્યો, પરંતુ એને ખૂબ જ દુ:ખાવો શરૂ થઈ જવાથી અમે જાતીય સંબંધી આગળ ધપાવી શક્યાં નહીં. આવી પરિસ્થિતિમાં શું કરવું જોઈએ?
જવાબ : તમારી પત્ની સાથે જે થઈ રહ્યું છે તે પેનિટ્રેટેડ ફોબિયા નામની ઘટનાને કારણે છે. પેનિટ્રેશન ફોબિયા એ સામાન્ય રીતે જાતીય સંબંધના મૂળમાં રહેલા ડરને કારણે હોય છે. આ એક સાઇકૉલૉજિકલ ઘટના છે. આવું ભૂતકાળમાં કોઈ એવી ઘટના બની હોય જેમાં જાતીય શોષણ થયું હોય કે કોઈ માસિક આઘાત લાગ્યો હોય ત્યારે બને છે. ક્યારેક કોઈના મોઢે સેક્સ વિશે એવી ડરાવનારી વાત સાંભળવાથી પછા ફોબિયા થવાની સંભાવનાઓ છે. ઘણી વાર કૉલેજકાળ દરમિયાન મિત્રી દ્વારા ડરાવનારી વાતો પણ અસર કરી શકે છે.
આવા ફોબિયાના નિવારણ માટે થેરાપ્યુટિક સારવાર અને કાઉન્સેલિંગ જ એકમાત્ર ઉપાય છે. આવી પરિસ્થિતિમાં કોઈ પણ દવા કામ કરી શકરો નહીં. ઘણી સ્ત્રીઓ રોક્સ વિશે ખોટી ધારણાના કારણે પણ સંભોગ વખતે પ્રતિક્રિયા આપી શકતી નથી, જેના કારણે આગળ જતાં વિખવાદ ઊભો થાય છે. સ્ત્રી સેક્સ કરવાની ઇચ્છા ત્યારે જ બતાવે છે જ્યારે તેમને મનથી ઇચ્છા હોય. સ્રીઓની જાતીયતા હ્રદયથી છે. જ્યાં સુધી એ લાગણીથી બંધાયેલી નહીં હોય ત્યાં સુધી સેક્સ વિશે વિચારવું તેના માટે મહત્ત્વનું નથી. માટે જ માત્ર સેક્સ કરવા માટે નહીં, પણ એની સાથે લાગણીથી જોડાવાની કોશિશ કરો. આ પ્રશ્ન વધુ માનસિક છે, નહીં કે શારીરિક આથી ઉપાય પણ એ રીતે જ કરવો જરૂરી છે.
ખોટી ધારણાઓ અને ગભરામામાંથી બહાર આવવું પણ જરૂરી છે, જેથી વજાઇનાની સ્થિતિસ્થાપકતા વધે અને પેનિસ આરામથી અંદર જઈ શકે. જો આમ થશે તો દુ:ખાવો થવાનું પણ ઓછું થઈ શકે છે. સાથે સાથે ક્યારેક કડક હાયમેન પણ આના માટે કારણભૂત હોઈ શકે છે. જો એવું કંઈ હોય તો તેને સારા ગાયનેકોલૉજિસ્ટની સલાહની જરૂર છે.
