પ્રશ્ન : ૨૭ વર્ષીય મારા પતિને સેક્સ દરમિયાન સમય પહેલાં જ સ્ખલન વીર્યનું નીકળી જવું/પ્રિમેચ્યોર ઇજેક્યુલેશન) થઈ જાય છે, જેના કારણે મને પૂરો સંતોષ મળતો નથી. આ સ્થિતિને લીધે હું અકળામણ અનુભવું છું. તે સેક્સોલૉજિસ્ટ પાસે જવાની ના પાડે છે. શું એવો કોઈ ઉપાય છે જેમાં હું તેમની મદદ કરી શકું?

જવાબ : મને દૃઢપણે લાગે છે કે તમારા પતિને તબીબી સલાહની જરૂર છે. સમય પહેલાં સ્ખલન એ કોઈ પણ પુરુષ માટે ક્ષોભની વાત છે. અને આ મુદ્દા માટે તેને દોષિત ઠેરવવામાં આવે તો તે એક પુરુષ તરીકે તેના માટે ખૂબ જ નિંદનીય છે.
મારી પાસે એક વખત એવો કેસ આવ્યો હતો જ્યાં મહિલાએ પતિના પ્રિમેચ્યોર ઇજેક્યુલેશનના (PE) મુદ્દાને કારણે તેના પતિ પર ‘રિયલ મૅન’ પૌરુષત્વ) ન હોવાનો આરોપ લગાવ્યો હતો અને આ એક આરોપ આખી વાતને બીજી દિશા તરફ લઈ જવાનું કારણ બન્યો હતો અને અસંગત મતભેદોના કારણોએ તેમના લગ્નજીવન પર પૂર્ણવિરામ મૂક્યું હતું.
જો કે, તમને એ જાણીને આનંદ થશે કે પ્રિમેચ્યોર ઇજેક્યુલેશન (PE )ની સારવાર માટે ઘણી કસરતો અને તકનીકો છે જે તમારે બંનેને એકસાથે સમજવાની જરૂર છે, પરંતુ આ કાર્યમાં ધૈર્ય આવશ્યક છે. મોટા ભાગના કિસ્સાઓમાં, સમય પહેલાંના સ્ખલનનું કારણ મગજથી સંકળાયેલું છે. સેક્સ કાઉન્સેલિંગ એક ઉત્તમ પદ્ધતિ છે જે આવા કિસ્સાઓમાં ઘણી મદદ કરી શકે છે. અમુક ઉપાયો નીચે મુજબ છે.
- ક્યારેય આક્રમક રીતે સેક્સની માંગ ન કરો.
- સામાન્ય રીતે તેના જાતીય પ્રદર્શનના મુદ્દે ક્યારેય નિરાશા વ્યક્ત કરશો નહીં.
- તેના મિત્રો અથવા તમારા લોકો સાથે આ બાબતે ખુલ્લેઆમ ચર્ચા કરશો નહીં. આ એક ખૂબ જ ખાનગી બાબત છે અને તેનું માન જાળવવું જરૂરી છે.
- આરામથી ફોરપ્લે કરો અને તેને એક નાટકીય રૂપ આપવાનું ટાળો.એકબીજા પ્રત્યેની તમારી લાગણીઓને વ્યક્ત કરવાની સૌમ્ય રીત અપનાવો.
- આરામદાયક વાતાવરણનું સર્જન કરો, જેમ કે હળવું સંગીત મૂકો, મીણબત્તીથી લાઇટ કરો વગેરે. આમ ક૨વાથી તમારો મૂડ અને વ્યવહાર બદલાશે.
- અન્ય પ્રકારે તેના પ્રત્યેનો તમારો પ્રેમ વ્યક્ત કરો. કદાચ તેમને સાંભળવામાં અને તેમની સાથેની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેવામાં સમય પસાર કરો જે તમને ખબર હોય કે જે તેમને ગમે છે.
- બને તો સવારે સેક્સ કરવાનું પસંદ કરો, જેથી કરીને તમારા બંનેનું મન તાજગી ભરેલું હોય અને જેના કારણે તમે સેક્સને માણી શકો.
તેમને થતું હશે કે આ બધું પ્રિમૅચ્યોર ઇજેક્યુલેશન (PE)માં કેવી રીતે મદદરૂ થઈ શકે છે. તો યાદ રાખો કે મન અને શરીર એકબીજાનાં પૂરક છે. મન પ્રસન્ન હશે તો શરીરને પણ ગમશે.
આધુનિક દવા હવે પ્રિમૅચ્યોર ઇજેક્યુલેશન (PE) માટે ડ્રગ ટ્રીટમેન્ટ પણ આપે છે, જે ફક્ત સેક્સોલૉજિસ્ટની દેખરેખ હેઠળ લેવી જોઈએ. કેટલાક કેસોમાં આ સારવાર અસરકારક સાબિત થઈ છે.