એક સમસ્યા : છોકરીઓમાં સ્વ-આનંદ

પ્રશ્ન : મારી ઉંમર ૨૦ વર્ષ છે અને હું અપરિશીત છું. મને એવી ટેવ પી છે કે જ્યારે મને યુરિન કરવાની ઇચ્છા થાય છે ત્યારે હું ઓશીકું લઉં છું અને મારા બંને પગ વચ્ચે રાખું છું મારા હાથથી મારા શરીર તરફ એક મિનિટ સુધી દબાવું છું, મને બહુ મજા આવે છે. આમ કર્યા પછી ક્યારેક મને રક્તસ્રાવ પણ થાય છે. જ્યારે હું એવું વારંવાર કરું છું ત્યારે મને યુરિન કરતી વખતે બળતરા પણ થાય છે. શું હું મારી જાતને નુકસાન પહોંચાડી રહી છું?

જવાબ : તમે હમણાં જે પ્રશ્ન અંગે વાત કરી એ છોકરીઓમાં હસ્તમૈથુનની આ એક રીત છે. સ્વયં ઉત્તેજનાની બધી તકનીકો હસ્તમૈથુન તરીકે ઓળખાય છે. જો તમે યોગ્ય સ્વચ્છતા જાળવો, તો તે તમને કોઈ નુકસાન પહોંચાડશે નહીં. હસ્તમૈથુનની કોઈ પણ રીત સારી છે, જ્યાં સુધી તમે તમારાં જનનાંગો અને ઇન્દ્રિયને વધુ પડતો ત્રાસ આપતાં નથી.
હસ્તમૈથુન દરમિયાન વધુ પડતી ઉત્તેજનાના કારણે સ્રીઓને મૂત્રમાર્ગમાં બળતરા થઈ શકે છે. ત્યારબાદ ચેપ અને સોજાથી મૂત્રમાર્ગ અને મૂત્રાશયમાં ચેપ લાગી શકે છે. શક્ય છે કે જ્યારે પણ તમે વારંવાર હસ્તમૈથુન કરો છો ત્યારે યુરિન કરતી વખતે તમને કોઈ પ્રકારની પીડા અનુભવાય છે. જો રક્તસ્રાવ ચાલુ રહે તો તમારે ગાયનેકોલૉજિસ્ટની મુલાકાત લેવી જ જોઈએ.

 

Leave a Reply