પ્રશ્ન : મારાં લગ્નને ઘણાં વર્ષો થયાં છે, પણ કોઈ સંતાન નથી. તબીબી તપાસ પણ કરાવી અને એમાં કોઈ ખામી નીકળી નહીં. મેં જોયું છે કે સંભોગ કર્યા પછી જ્યારે મારા પતિ તેનો પેનિસ પાછો ખેંચે છે ત્યારે મારી વજાઇનામાંથી સીમેન (વીર્ય) બહાર નીકળી જાય છે. અમે મારી નીચે ઓશીકું રાખવાનો પ્રયત્ન કર્યો, પણ તે છતાં થોડી વાર પછી સીમેન નીકળી જાય છે. શું આ વંધ્યત્વનું એક કારણ હોઈ શકે છે? KY જેલી અને પ્રવાહી પેરાફિન જે સ્પર્મ ફ્રેન્ડલી લ્યુબ્રિકન્ટ છે એ વાપરી શકાય?
જવાબ :
તમે જે વાતનું વર્ણન એ સામાન્ય છે. સીમેન (વીર્ય) યોનિની અંદર સમાઈ જતું નથી. મોટા ભાગે સીમેન યુગલોમાં સંભોગ પછી વજાઇનામાંથી બહાર નીકળી જાય છે. આમ થવાથી પ્રજનન શક્તિને કોઈ અસર થતી નથી. સીમેન બહાર નીકળી જાય તો પણ ગર્ભધાન થાય છે. સંભોગ પછી વજાઇનામાંથી સીમેન નીકળવાની અપેક્ષા હોય જ છે.
ખૂબ જ ઓછી માત્રામાં સીમેન ગર્ભાશયમાં પ્રવેશ કરે છે અને આ માત્રા ગર્ભધાન માટે પૂરતી હોય છે. તમારા કિસ્સામાં વંધ્યત્વનું કારણ સીમેનનું બહાર નીકળવું નથી. તમારા પ્રશ્નના બીજા ભાગનો જવાબ છે કે કોઈ પણ કૃત્રિમ લ્યુબ્રિકન્ટમાંથી સ્પર્મ માટે લાભદાયક નથી. તે બધા સ્પર્મને આડઅસર કરી શકે છે. તેમના કુદરતી પરિભ્રમણને અટકાવે છે અને તેથી ગર્ભધાન પર અસર થાય છે.