પ્રશ્ન :
મારી પત્ની પહેલી વખત ગર્ભવતી થઈ છે. એની ઉંમર ૨૨ વર્ષ છે. મેં એવું સાંભળ્યું છે કે ગર્ભાવસ્થા દરમિયાન સેક્સ કરી શકાય છે. શું એ સાચું છે? જો જવાબ હા છે તો તો પતિ તેની પત્ની સાથે કેટલા મહિના સુધી સેક્સ કરી શકે? અને ગર્ભાવસ્થા દરમિયાન ઓરલ સેક્સ વિશે તમારું શું માનવું છે?

જવાબ : ૬થી ૧૨ અઠવાડિયા દરમિયાન અને છેલ્લાં ૮ અઠવાડિયા દરમિયાન સંભોગ કરવો યોગ્ય નથી; કારણ કે તેના લીધે મિસકરેજ (કસુવાવડ) થઈ શકે છે. ચોથા મહિનાથી સાતમા મહિના દરમિયાન, સંભોગને સામાન્ય રીતે મંજૂરી આપવામાં આવે છે – સિવાય કે કોઈ યોગ્ય ચિકિત્સક દ્વારા તબીબી કારણોસર સંભોગ કરવાની ના પાડવામાં આવી હોય તો તેવા કિસ્સામાં ધ્યાન રાખવું જરૂરી છે.
આ સમયે સેક્સ કરતી વખતે કેટલીક મુદ્રાઓ હિતાવહ છે, જેમ કે, સી ઉપર હોય (સ્રી સુપિરિયર પોઝિશન) અને નીચે પુરુષ પોતાની સ્થિતિ સ્થિર રાખે, અથવા બંને બેઠકની સ્થિતિમાં હોય છે, તેથી તેના પેટ પર કોઈ દબાણ આવશે નહીં, અને હલનચલન નૉર્મલ રહેશે. જો પુરુષ ઉપર છે મિશનરી પોઝિશન) ત્યારે તેનું વજન સ્ત્રી પર આવે નહીં એ રીતે અને હલનચલન ખૂબ જ નરમ રીતે કરે એ જરૂરી છે. જો નરમાશથી ક૨વામાં ના આવે તો આ સ્થિતિગર્ભને ખલેલ પહોંચાડે છે. સ્પૂન પોઝિશન હજી એક બીજો સારો વિકલ્પ છે તેથી તમારી પત્ની સેક્સ કરતી વખતે શારીરિક રીતે તકલીફ અનુભવે નહીં. સગર્ભા સ્ત્રીને આવા સમયે સેક્સની ઇચ્છા જાગે પણ ખરી. આ સમયે સંભોગ દરમિયાન આવશ્યક એમ્નિએટિક પ્રવાહીના લીક થવાનું જોખમ રહેલું છે. આવા સમયે સૌમ્ય રીતે અને પ્રેમથી અંગતતા માણી શકાય છે.
જે સ્ત્રીને પહેલાં એક વાર કસુવાવડ થઈ હોય અથવા ગર્ભપાત થવાનો ભય હોય તેવી સ્ત્રીએ જાતીય સંબંધ વિશે વિચારવું જોઈએ નહીં. આવી પરિસ્થિતિમાં જો સ્ત્રીને ઉગ્ર ઉત્તેજનાનો અતિરેક થાય તો તેના કારણે ગર્ભાશયના સંકોચનની સંભાવના રહેલી છે અને તે બાળક માટે હાનિકારક અને જોખમી હોઈ શકે છે. ગર્ભાવસ્થા દરમિયાન સંભોગ વખતે જો વજાઇનામાંથી રક્તસ્રાવ થાય તો વિના વિલંબ ગાયનેકૉલૉજિસ્ટને બતાવવું.
