પ્રશ્ન :મેં ૨ મહિના પહેલાં બાળકને જન્મ આપ્યો છે અને હું આજકાલ માતૃત્વનો આનંદ માણી રહી છું, તથા તેમાં જ થી વ્યસ્ત રહુ છું. મારા પતિ ઇચ્છે છે અમે અમારી સેક્સ લાઇફ ફરી શરૂ કરીએ, પણ મને તેવું નથી લાગતું. શું બાળકની ડિલિવરી પછી સ્ત્રી જાતીય જીવનને ફરી પાછી પહેલાંન જેમ માણી શકે અને જાતીય સંબંધ પહેલાંની જેમ બાંધી શકે છે?
જવાબ :
માતૃત્વ એ સ્ત્રીના જીવનનો ભાવનાત્મક અને શારીરિક રીતે મહત્વપૂર્ણ ભાગ છે. બાળકના જન્મ સાથે માતાનો પણ નવો જન્મ થાય છે. એકલી મટે માતૃત્વનો અનુભવ ખૂબ જ જવાબદારીઓ ભરેલો, અવરો અને ક્યારેક અકળામણ ભર્યો પણ હોય છે. પહેલી વખત માતા બનેલી સ્ત્રી.
નવા જન્મેલ બાળકને સારી રીતે ઉછેરવા પોતાનું બધું ન્યોછાવર કરી દે છે. આ ખૂબ જ સહજ છે. અન્ય કોઈ પણ વસ્તુ કરતાં વધુ સંતોષ તેને બાળઉછેરમાં જ મળે છે અને પરિપૂર્ણતાની ભાવનાથી વધુ તેના માટે બીજું કંઈ નથી.
આ બધી વસ્તુમાં થતા ફેરફારની સાથે સ્ત્રીના હૉર્મોનલ સ્તરમાં પણ ફેરફાર થાય છે અને તેની માનસિકતા પણ આ જ કારણે બદલાય છે. બાળક ૬ મહિનાનું થાય પછી ની ધીમેધીમે કુદરતી રીતે ગર્ભાવસ્થામાંથી પહેલાની સ્થિતિમાં પાછા આવવાનું શરૂ કરે છે.
તેને ફરીથી માસિક સ્રાવ શરૂ થાય છે અને તેની જાતીય ઇચ્છાઓ પર પાછી આવે છે. ધ્યેય રાખો અને સહાનુભૂતિ દાખવો. તમારા પતિને પરિસ્થિતિ સમજાવો. ખાતરી આપો કે તમે તેની સાથે પ્રામાણિક છો.
તમે તેને સમજાવવાનો પ્રયત્ન કરી શકો છો કે પહેલાં તમે માત્ર પત્ની હતાં અને હવે માતા બન્યાં છે. જેના કારણે શારીરિક અને માનસિક સ્તરે તમારામાં બદલાવ આવ્યા છે. તમારા પતિને ખાતરી આપો કે તમે હજી પણ તેમને પ્રેમ કરો છો અને તેની સંભાળ રાખો છો. આ ઉપરાંત, તમે તમારા જીવનસાથી સાથે જાતીય સંભોગ ફરી શરૂ કરી તે પહેલાં ગાયનેકોલૉજિસ્ટ દ્વારા તપાસ કરાવવી જરૂરી છે.