પ્રશ્ન: પ્રજનન કાર્ય સીવાય શું સંભોગ મનુષ્ય માટે જરૂરી છે? શું આપણે તેનાં વગર રહી ન શકીએ?
સત્ય કહીયે, તો સંભોગ માનવ માટે જરૂરી નથી. જોકે, મોટાભાગનાં લોકો માટે સંભોગ તેમનાં જીવનનો અહમ ભાગ અને તેમને સ્વસ્થ રહેવા માટે જરૂરી છે. સંભોગનાં ઘણાં બધા શારીરિક અને ભાવનાત્મક ફાયદા છે. વિશેષકરી લાંબુ જીવન, હૃદય રોગ થવાની આશંકાઓ ઘટી જાય છે. ઉંચુ આત્મસમ્માન આદિ છે.
આ લાભ બીજી રીતે પણ પ્રાપ્ત કરી શકાય છે. જેમાં સંભોગની કોઇ ભૂમિકા નથી. જેમ આનંદ પ્રાપ્ત કરવાની બીજી ગતિવિધિઓમાં શામેલ થવું જે આપનાં શરીરને સક્રિયતાને વધારે છએ. અને અન્ય લોકોની સાથે સાર્થક રૂપથી જોડવામાં મદદ કરે છે. આપ ઇચ્છો તો કોઇ રમતની ટીમનો ભાગ બની શકો છો, પાલતૂ જાનવરોની દેખભાળ કરી શકો છો. કે વર્જિસ શરૂ કરી શકો છો. આપનાં જીવનમાં ગુણવત્તામાં સુધારો કરવા માટે સંભોગ જ એક માત્ર ઉપાય છે.
હકીકત એ છે કે, લોકો અલિંગી (Asexual) હોય છે, તેનો અર્થ એ કે, તેમાં યૌન પ્રત્યે કાં તો ખુબજ ઓછુ કાં તો જરાં પણ આકર્ષણ હોતુ નથી. તેનો અર્થ એ નથી કે આપનાંમાં પ્રેમ કરવાની ક્ષમતા ઓછી થઇ ગઇ છે. કે આપ જીવનથી ઉદાસી વ્યક્તિ છો કે આપ કોઇ સામાન્ય વ્યક્તિ નથી. કે તમારામાં કોઇ દોષ છે. સંભોગ આકર્ષણનું ચરમ બિંદુ નથી અને ન તો આપની પ્રતિબદ્ધતા કે ભક્તિ પ્રદર્શિત કરવાનું એકમાત્ર ઉપાય છે.
આ પણ વાંચો-મને મારી પાર્ટનર સાથે પ્રેમ છે પણ મારે અન્ય કોઇ સાથે સંબંધ બાંધવા છે, શું કરું?
તેથી જ આજનાં મોર્ડન, હાઇટેક યુગમાં જ્યાં સેક્સ એકદમ સરળતાથી ઉપલ્બધ ચીજ છે. તેવામાં આ વાત જાણવી જરૂરી છે કે, એક સારા જીવન માટે સંભોગ જરાં પણ જરૂરી નથી.
Published by:Margi Pandya