પ્રશ્ન : મારા પતિ મને કહે છે કે હું સેક્સમાં ‘નિસ્તેજ’ છું. તેમને ઇન્ટરનેટ ૫૨ ‘સ્પેનિશ ફ્લાય’ નામનો ઉપાય મળ્યો છે. આ ઉપાય કેટલો સુરક્ષિત કે અસુરિયાત છે?
જવાબ : સ્પેનિશ ફ્લાય તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે એ વાત મને અહીં કહેવી અગત્યની લાગે છે. એ ભારતમાં ક્યાંય પણ ઉપલબ્ધ નથી, સ્પેનિશ ફ્લાય નામે મળતી વસ્તુઓ બનાવટી છે.
સ્પેનિશ ફ્લાય એક પ્રકારનો પાઉડર છે જે યુરોપના અમુક ભાગમાં (ખાલી સ્પેનમાં જ નહીં) જોવા મળતા ભમરામાંથી બને છે. જો કોઈ સ્ત્રી અને યોનિમાં લગાડે છે તો તેને સોજો અને મૂત્રમાર્ગમાં ખરજ આવવાની શરૂ થઈ જાય છે જેના પરિણામ સ્વરૂપ મૂત્રમાર્ગમાં કાયમી નુકસાન પહોંચે છે.
સ્પેનિશ ફ્લાય સ્ત્રીનાં જનનાંગોની આસપાસ રક્તવાહિનીઓમાં ભરાય છે અને ત્યાં જ રહે છે, જે તેને જાતીય ઉત્તેજનાની ભ્રામક્તા ઊભી કરે છે. એકબીજાની વિશેષ જાતીય અપેક્ષાઓની બાબતે સ્પષ્ટ ચર્ચા કરો. જો તમને શરૂઆત કરવામાં મુશ્કેલી લગતી હોય તો સેક્સ કાઉન્સેલરની મુલાકાત લઈ પ્રશ્નનો ઉકેલ લાવવા પ્રયત્ન કરો.