એક સવાલ : બેસ્ટ સેક્સ્યુઅલ પૉઝિશન કઈ હોય શકે ?

પ્રશ્ન : મારી ઉંમર ૨૬ વર્ષ છે અને હું પરિણીત પુરુષ છું. સંભોગ વખતે મારી પત્ની – હું એની ઉપરની બાજુએ રહીને સેક્સ કરું એ ઇચ્છે છે, એના સિવાય બીજી કોઈ રીત માટે એ તૈયાર થતી નથી. મને એના આ વર્તનથી ગુસ્સો આવે છે. એ કંઈ નવું કરવા જ નથી માંગતી. મારે આ પ્રશ્ન કેવી રીતે ઉકેલવો?
જવાબ : કોઈ પણ વસ્તુ જે બંનેની સહમતીથી થાય એ યોગ્ય છે. કોઈ એક વ્યક્તિના દબાણ હેઠળ સેક્સ કરવું યોગ્ય નથી. તમારી પત્નીની નકારાત્મકતા કદાચ એના ઉછેર અને ધાર્મિક વિચારોના દબાણની પણ દેણ હોઈ શકે. આ બધાં બાહ્ય કારણો છતાં જો પતિ અને પત્ની વચ્ચે પ્રેમ અને સુમેળ હોય તો આ પ્રકારનું સેક્સ માટેનું વર્તન બદલી શકાય છે.
સેક્સ શારીરિક કરતાં જો હૃદયથી કરવામાં આવે તો તેનો સંતોષ કંઈક અલગ જ હોય છે. યાદ રાખો કોઈ પણ સફળ સંબંધ પ્રેમ, સમજદારી અને ખુલ્લા દિલથી વાતચીત પર જ ટકેલો છે. સાથે સાથે એનો કોઈ પણ વસ્તુ પર વાંક કાઢતાં પહેલાં એ જુઓ કે કયા વાતાવરણમાં ઊછરી છે અને એને કેટલી સ્વતંત્ર રીતે ઉછેરવામાં આવી છે. આવા સમયે સંબંધને સાચવી રાખી યોગ્ય દિશા તરફ લઈ જવા એ તમારા હાથમાં છે. તમે જે રીતે ઇચ્છો છો એ રીતે તમારી નજીક આવવામાં તેને મદદ કરો.
વાત્સાયનનું કામસૂત્ર કહે છે કે, સંભોગ દરમિયાન બંને સાથીદારની ઇચ્છા અને મિજાજ પ્રમાણે સેક્સની અલગ અલગ પૉઝિશન નક્કી થાય છે. એના માટે પહેલેથી વિચારવું યોગ્ય નથી.

Leave a Reply