એક સમસ્યા : માનસિક નપુંસકતા એટલે છું ?

પ્રશ્ન : હસ્તમૈથુન કરતી વખતે મારે ક્યારેય ઇરેક્શનની મુશ્કેલી થઈ નથી, પરંતુ હમાં થોડા સમય પહેલા મેં મારી ગર્લફ્રેન્ડ સાથે સેક્સ કરવાની કોશિશ કરી, આ સમયે મારે ઇરેક્શન બરાબર થયું નહોતું. આવું કેમ થયું?

જવાબ : આવું ક્યારેક થાય એમાં ચિંતા કરવાની જરૂર નથી. લગ્ન પહેલાં સેક્સ, જો અપરાધ, ખચકાટ અને ડર સાથે સંકળાયેલાં હોય, તો તે માણસમાં ઈરેક્શનની તકલીફ પેદા કરી શકે છે. તે પણ જો કોઈ છોકરી સેક્સમાં જોડાવામાં અનિચ્છા રાખે છે અથવા તેના જીવનસાથી સાથે જાતીય સમાગમમાં સક્રિયપણે અભિવ્યક્તિ કરવામાં નિષ્ફળ જાય છે, અથવા જો તે ફક્ત ભાવનાત્મક મજબૂરી હેઠળ સંભોગ માટે સંમત થાય છે, તેમ જ બેડમાં પૂરતો પ્રતિભાવ ના આપે તો પુરુષ માટે યોગ્ય ઇરેક્શન થવું મુશ્કેલ છે. આ વર્તન તમારા સેક્સ પ્રત્યેના અનુભવને ખરાબ અસર કરી શકે છે.
તેની સાથે વાત કરો અને તેને ફોરપ્લે માટે મનાવો. જ્યારે તમે બેડ પર હો ત્યારે ફરી ફરીને કોશિશ કરતા રહો. નવી પદ્ધતિ અપનાવો અને તેની સાથે ખુલ્લા મને વાત કરો. ઓછો પ્રતિભાવ મળે ત્યારે ઇરેક્શન સરખું ના પણ થાય એ સ્વાભાવિક છે, માટે તેની સાથે આ વાત પણ કરો. બંને સમજદારી અને ભાગીદારીથી સેક્સ કરો અને સંતોષ મેળવો.
આ ઉપરાંત ઘણી વાર તણાવ, મેદસ્વિતા વગેરે જેવી તકલીફને કારણે પન્ન ના થાય એવું બને. માટે આવા સમયે સેક્સૉલૉજિસ્ટની સલાહ લેવી આવશ્યક અને લાભદાયી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *