એક સમસ્યા : બેસ્ટ જન્મ નિયંત્રણ પદ્ધતિ કઈ છે ?

પ્રશ્ન : અમારાં લગ્ન થોડા સમયમાં છે, મારી ઉંમર ૨૬ અને મારી મંગેતરની ઉંમર ૨૩ વર્ષ છે. અમારે પહેલું એક વર્ષમાં બાળક જોઈતું નથી. અમારે પહેલાં યુરોપ જવું છે. જન્મ નિયંત્રણ માટે શ્રી અને પુરુષ બંને કઈ કઈ પદ્ધતિનો ઉપયોગ કરી શકે?

 

જવાબ : તમારી સફર આનંદમય રહે એવી શુભેચ્છા. નીચે જણાવેલી કેટલીક માહિતી આપને મદદરૂપ થશે.

ગર્ભનિરોધક પદ્ધતિઓ વ્યાપકપણે (એ) પુરુષ પતિ (બી) શ્રી પદ્ધતિમાં વર્ગીકૃત કરવામાં આવે છે. પુરુષ પદ્ધતિઓમાં સામેલ છેઃ કૉન્ડોમ અને સર્જિકલ નસબંધીની પ્રક્રિયા, જેને વાસેક્ટોમી તરીકે ઓળખવામાં આવે છે. શ્રી પદ્ધતિઓ છે: ઓરલ ગર્ભનિરોધક ગોળીઓ, ઇન્જેક્ટેબલ ગર્ભનિરોધક શૉટ્સ, શુક્રાણુ કીમ્સ અથવા પેસરી, ઇન્ટ્રા-યુટેરાઇન કૉન્ટ્રાસેપ્ટિવ ડિવાઈસ જેને લૂપ (કૉપર ટી તરીકે ઓળખવામાં આવે છે અને સર્જિકલ નસબંધી જે ટ્યુબેક્ટોમી તરીકે ઓળખાય છે.
સ્ત્રી કૉન્ડોમ, આંત૨-આંતરસ્ત્રાવીય પ્રત્યારોપણ અને પુરુષ ગર્ભનિરોધક ગોળી જેવી નવી પદ્ધતિઓ હાલમાં ભારતમાં વ્યાવસાયિક રૂપે ઉપલબ્ધ નથી. દરેક પદ્ધતિના ફાયદા અને ગેરફાયદા છે. માટે જ ફૅમિલી ફિઝિશિયન અને ગાયનેકોલૉજિસ્ટની સલાહ લઈને જ કયા પ્રકારની ગર્ભનિરોધક લઈ શકાય એ તમારે નક્કી કરવાનું છે. તમારા ડૉક્ટર તમને લાભ અને ગેરલાભ વિશે સમજાવશે અને તેના પ્રમાણે તમારે સંયુક્ત સહમતીથી નિર્ણય લેવાનો રહેશે,
નવાં નવાં લગ્ન થયાં હોય એ યુગલમાં સીએ ઓરલ ગર્ભનિરોધક અને પુરુષે કૉન્ડોમ વાપરવું હિતાવહ રહેશે. અન્ય બીજી પદ્ધતિ પહેલા બાળકના જન્મ પછી જ હિતાવહ છે.

Leave a Reply