પ્રશ્ન :
મારો દીકરો ૧૫ વર્ષનો છે. તેની ઊંચાઈ ૫૩” અને વજન ૫૩ કિલો છે. એના જન્મથી અત્યાર સુધી એના પેનિસનું કદ ૧.૬ ઇંચ જ છે. મેં આ અંગે મારા ફેમિલી ડોક્ટર સાથે વાત કરી, તેમણે કહ્યું કે એમાં ચિંતા કરવા જેવું નથી, પરંતુ આ બાબત મારા માટે ચિંતાજનક છે. શું આ સામાન્ય છે?

જવાબ :
તરુણાવસ્થા દરમિયાન છોકરાઓના પ્રજનન અંગમાં ઘણા ફેરફાર આવતા હોય છે. સામાન્ય રીતે તરુણાવસ્થા ૧૨ કે ૧૩ વર્ષની વચ્ચે શરૂ થતી હોય છે. જ્યારે તેઓ વિકસિત અવસ્થામાં હોય છે ત્યારે જાતીય લાક્ષિણકતાઓ વ્યક્તિગત રીતે અલગ અલગ હોય છે. તમારો દીકરો માત્ર ૧૨ વર્ષનો જ છે. જનનાંગો (જેનિટલ્સ) ૧૨ વર્ષથી લઈને ૧૮ વર્ષ સુધી વિકસે છે. તમારો દીકરો ૧૮ વર્ષનો ન થાય ત્યાં સુધી કોઈ પણ તારણ પર આવશો નહીં.
તમારા દીકરાની સામે તેના પેનિસના કદની વાત કરશો નહીં. આમ કરવાથી તે વધુ સભાન બનશે અને ચિંતા કરશે, જે તેના શારીરિક વિકાસ પર અસર કરી શકે છે.